આજે વૈશ્વિક મહામારી કોરોનાના મોર્ચે ભારત માટે થોડા રાહતના સમાચાર છે. શુક્રવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. આજે દેશમાં કોરોનાના 6 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5,747 નવા કેસ નોંધાયા છે, જ્યારે 29 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે દેશમાં કોરોના સંક્રમણના 6,298 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 23 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીએ આજે નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 551 નો ઘટાડો નોંધાયો છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5,747 નવા કેસ નોંધાયા છે જ્યારે 29 લોકોના મોત થયા છે. આ દરમિયાન 5,618 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 46 હજાર 848 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 100 નો વધારો નોંધાયો છે.

 

તેની સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 45 લાખ 28 હજાર 595 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 39 લાખ 53 હજાર 374 થઈ ગઈ છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 28 હજાર 302 લોકોના મોત થયા છે.

સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 216 કરોડ 41 લાખ 70 હજાર 550 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 23 લાખ 92 હજાર 530 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.