રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. જેના લીધે લોકો ગરમી હાહાકાર પોકારી ગયા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ્વેવની આગાહી કરવામાં આવી હતી. તેની સાથે અમદાવાદમાં પણ ભારે ગરમી પડી રહી હતી. એવામાં હવામાન વિભાગ દ્વારા આ બાબતમાં આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હિટવેવથી લોકોને રાહત મળશે. આગામી 4 દિવસમાં હિટવેવની કોઈ અસર નહિ રહે. સૌરાષ્ટ્ર અને કચ્ચમાં ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી રહેશે. તેની સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત ગરમીથી આંશિક રાહત મળશે. 4 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે.

હવામાન વિભાગ મુજબ જણાવવામાં આવ્યું છે કે, ગરમીમાંથી આગામી 4 થી 5 દિવસ રાહત મળશે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીમાં ચમકારો જોવા મળ્યો હતો પરંતુ રવિવાર વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. જ્યારે સવારથી વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી.