રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. રાજસ્થાન કોરોનાના કેસ સતત વધારી રહ્યા છે. જેના કારણે રાજસ્થાન સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજસ્થાન કોરોનાના કેસ વધતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

રાજસ્થાનમાં 10 મેથી 24 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દરેક પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ લગાવાયો છે. રાજસ્થાન એક ગામથી અન્ય ગામ, એક જિલ્લા થી અન્ય જિલ્લામાં જવાનો પ્રતિબંધ લગાવ્યો છે. કોરોનાની ચેન તોડવા આ મોટો નિર્ણય લીધો છે. ધાર્મિક સ્થળો બંધ રહેશે.

આ લોકડાઉન દરમિયાન રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સરકારે સામાન્ય લોકોને અપીલ કરી છે કે, તેઓ તેમના ઘરે જ પૂજા-પ્રાર્થના કરે. આ સમય દરમિયાન બસો, ટેમ્પોઝ, જીપ જેવા તમામ જાહેર પરિવહન સંપૂર્ણ બંધ રખાશે. જો કે, આ સમય દરમિયાન, તબીબી સેવાઓ માટે વાહનોને સંપૂર્ણ મુક્તિ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યની અંદર એક જિલ્લોથી બીજા જિલ્લામાં અને અન્ય રાજ્યમાં જતા વાહનોને મુક્તિ અપાશે.
જ્યારે રાજસ્થાનમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,96,683 રહેલી છે. જ્યારે 4,83,332 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. રાજસ્થાનમાં કોરોનાથી કુલ 5021 લોકોનું મોત નીપજ્યું છે.
આ સિવાય દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા અને 3980 લોકોના મોત થયા હતા. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો સાજા પણ થયા હતા.