ભારતમાં કોરોનાનો કહેર થયો ઓછો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 5554 નવા કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 5,554 કેસ નોધાતા કોરોનાનો કેસનો આંકડો વધીને 4,44,90,283 થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું છે કે, દેશમાં કોવિડ-1 9ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 48,850 થઈ ગઈ છે.
મંત્રાલય દ્વારા સવારે આઠ વાગ્યે જારી કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રોગચાળાને કારણે 18 લોકોના મોત થયા છે. આ સાથે, કોવિડથી મૃત્યુઆંક 5,28,139 પર પહોંચી ગયા છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.11 ટકા છે.
મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં કોવિડથી પીડિત દર્દીઓના સાજા થવાનો દર વધીને 98.70 ટકા થઈ ગયો છે. મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 786નો ઘટાડો થયો છે. દૈનિક ચેપ દર 1.47 ટકા અને સાપ્તાહિક દર 1.80 ટકા નોંધાયો હતો.
મંત્રાલયે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 4,39,13,294 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. રોગચાળાને કારણે મૃત્યુદર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ વિરોધી રસીના 214.77 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા .