કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 5,108 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 5,675 લોકો આ ચેપથી સાજા પણ થયા છે. ડેટા અનુસાર, દેશમાં હવે 45,749 સક્રિય કોરોના દર્દીઓ છે. જ્યારે ચેપ દર 1.44 ટકા પર પહોંચી ગયો છે. બુધવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાને કારણે 528216 લોકોના મોત નીપજ્યા છે. આ કુલ ચેપના 1.19 ટકા છે.

દેશમાં કોરોના કેસ રોકવા માટે ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 2,15,67,06,574 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 19,25,881 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે થયેલા મોતના દાવાને સરકાર સતત નકારી રહી છે. આ દરમિયાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંગેની સંસદીય સ્થાયી સમિતિએ એક અહેવાલમાં ભલામણ કરી છે કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઓક્સિજનના અભાવે કોવિડ મૃત્યુની તપાસ કરે અને પીડિત પરિવારોને વળતરની ખાતરી આપે છે.