દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો થયો છે, જ્યારે 5383 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 4,45,58,425 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 46,342 થી ઘટીને 45,281 થઈ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર દેશમાં કોરોના સંક્રમણથી વધુ 20 લોકોના મોત થયા છે. જો કે, તેમાંથી 8 કેરળ દ્વારા ઉમેરવામાં આવેલ જૂની મોત છે. હવે મૃતકોની કુલ સંખ્યા વધીને 5,28,449 થઈ ગઈ છે.

માહિતી અનુસાર, હવે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 45,281 થઈ ગઈ છે. કુલ સંક્રમિતોની સરખામણીમાં આ 0.10 ટકા છે. 24 કલાકમાં સક્રિય કેસમાં 1061 નો ઘટાડો થયો છે. તે જ સમયે, રિકવરી રેટ વધીને 98.71 ટકા થઈ ગયો છે. દેશમાં કોવિડ સામે રસીકરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 217.26 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 12 મૃત્યુમાંથી ત્રણ મહારાષ્ટ્રના અને છત્તીસગઢ, ગોવા અને ગુજરાતમાં એક-એક મુત્યુનો સમાવેશ થાય છે.