મિશન 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એકશન મોડમાં આવી ગઈ છે. દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટીની ગુજરાત પર નજર જોવા મળી રહી છે. જે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની નજર હવે ડિસેમ્બર 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. આપના મોટા નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે. મિશન ગુજરાતને લઈને કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવશે.

દિલ્હી અને પંજાબના CM નો અમદાવાદમાં રોડ શો યોજાશે. આગામી 2 એપ્રિલે અમદાવાદ પૂર્વમાં રોડ શો યોજાશે. પંજાબના CM નો અમદાવાદના બાપુનગરમાં બાબાસાહેબ આંબેડકર ચોકથી લઇને નિકોલ ખોડિયાર મંદિર સુધી રોડ શો યોજાશે. જે 4 કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.

ગુજરાતમાં AAP ભાજપ સરકાર સામે વધુ મજબૂતાઈથી લડત લડવા માટે સ્ટ્રેટજી બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP પોતાની જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે. જે પંજાબની સત્તામાં આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં મેસેજ આપવા માગે છે.