વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. એવામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી પહેલા જ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કોર્ટમાં પાટીદાર સામે થયેલા કેસો પરત ખેંચવા સરકારની તૈયારી ચાલી રહી છે. રાજ્ય સરકારે પાટીદાર આંદોલનમાં થયેલા 10 કેસ પરત ખેંચ્યા છે. હાર્દિક પટેલ સામેના 2 કેસો પણ પરત ખેચવાની કોર્ટમાં સરકારની તૈયારી છે. હાર્દિક સામનો જેમાંથી એક રાજદ્રોહનો કેસ પેન્ડિંગ રહેલો છે.

તેની સાથે હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેના નામે કૃષ્ણનગર 2 કેસ નોંધાયેલા હતા. જ્યારે નરોડા, રામોલ, બાપુનગર, ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ, રેલ્વે, સાબરમતી, નવરંગપુરા, શહેર કોટડામાં 1-1 કેસ નોંધાયેલા હતા. 15 એપ્રિલે પરત ખેંચવા સુનાવણી હાથ ધરાશે. સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત ખેંચ્યા છે. જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે.