બાવળા તાલુકાના કોચરિયા ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને બની અજીબ ઘટના…,!

બાવળા તાલુકાના કોચરિયા ગામમા અજીબ ઘટના બની છે. ગ્રામપંચયત ચૂંટણી પુન: ચૂંટણી કરવા ચૂંટાયેલા સભ્યોએ માંગ કરી છે. ગ્રામપંચાયત ચૂંટણીમાં 8 મત મતપેટીમાંથી ઓછા નીકળ્યા છે. જેના લીધે ગ્રામપંચયત ચૂંટણી પુન: ચૂંટણી કરવા ચૂંટાયેલા સભ્યોએ માંગ કરી છે.
19 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં કુલ ગ્રામજનોએ 2069 મતદાન થયું હતું. જેમાંથી 152 મત ફેલ ગયા અને જેમાંથી જીતેલા ઉમેદવાર 955 અને હારેલાને 954 મત મળ્યા તેમ છતાં કુલ મતગણતરી કરતા 8 મતની ઘટ આવી છે.
જ્યારે જે સરપંચ માટે જીત્યા તે એક મતથી જીત્યા અને હાર્યાએ તે એક મતથી હાર્યા છે. તેમ છતાં પરિણામ 8 મત ઉમેરાય તો પરિણામ બદલાય તેવી શકયતા રહેલી છે. મામલતદારને ચૂંટણી અધિકારીને રજુઆત કરતા ફક્ત અરજી કરીને રજુઆત કરી છે.
નોંધનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણી 10,879 ગામોમાં 19 ડિસેમ્બરના યોજાઈ હતી. જેમાં બેલેટ પેપરથી મતદાન યોજાયું અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવી હતી.