દેશના આગામી રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈએ મતદાન થશે અને નવા રાષ્ટ્રપતિના નામની જાહેરાત 21 જુલાઈએ કરવામાં આવશે. એક તરફ NDA એ દ્રૌપદી મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે તો બીજી તરફ વિપક્ષે યશવંત સિન્હાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. હવે તમામની નજર મતદાન પર છે, કયો પક્ષ કોને સમર્થન આપે છે.

આ દરમિયાન, શનિવારે AAP સાંસદ સંજય સિંહે જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને સમર્થન કરશે. સંજય સિંહે કહ્યું કે, અમે દ્રૌપદી મુર્મુનું સન્માન કરીએ છીએ પરંતુ યશવંત સિંહાને વોટ આપીશું.

તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યોની કુલ સંખ્યા ઉમેરીને વોટનું મૂલ્ય ગણવામાં આવે છે. હાલમાં દેશમાં કુલ વોટ વેલ્યુ 1,086,431 છે. રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારને 543,216 મતની જરૂરીયાત હોય છે. તાજેતરની રાજકીય પરિસ્થિતિ મુજબ, NDA પાસે હાલમાં કુલ 533,751 મત છે, જ્યારે વિપક્ષ પાસે 360,362 મત છે.