વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતને સ્પર્શતા મુદ્દાઓ સાથે આવજ બુલંદ કરવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતના સહકારી અગ્રણી ના રાજકીય પ્રવેશનો મામલો સામે આવેલ છે. વિપુલ ચૌધરી ને AAP માં લેવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. AAP ના નેતા ઇંદ્રનીલ રાજ્યગુરુ વિપુલ ચૌધરી ની શુભેચ્છા મુલાકાત લીધી છે.

ગાંધીનગર વિપુલ ચૌધરી નિવાસ સ્થાને મુલાકાત લઇ AAP એ આમત્રંણ આપ્યું છે. દૂધ સાગરડેરી ના વહીવટ મામલે વિપુલ ચૌધરી છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે.

જો કે, મહેસાણાની દૂધ સાગર ડેરીનામાં થોડા દિવસ અગાઉ ડેરીના ગેટ પાસે પૂર્વ ચેરમેન મોઘજી ચૌધરી પર હુમલો કરનાર આરોપી સામે કાર્યવાહી કરવા અને તેમના પર લાગેલી 307 કલમ હટાવવા મુદ્દે વિપુલ ચૌધરીએ દૂધ સાગર સૈનિક દ્વારા વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.