આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠેલા સવાણીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે આપ નેતા મહેશ સવાણીને SVPમાં એડમિટ કરવામાં આવ્યા છે. જેમનું આજે સુગર લેવલ 66 થઇ જતા તેમને એડમિટ કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા થોડાક દિવસથી સવાણી ઉપવાસ પર બેઠા હતા. આજે રૂટિન હેલ્થ ચેકઅપ દરમિયાન તેમનું સુગર લેવલ ઘટતું જણાતા એડમિટ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આજે સાંજે મહેશ સવાણીના રૂટિન હેલ્થ ચેકઅપ થયું હતું. જે દરમિયાન સુગર લેવલ ઘટતું જણાતા ડોક્ટરની સલાહથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

નોંધનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષા લેનાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ સાથે અને વિદ્યાર્થીઓને વળતરની ચુકવણી સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી પક્ષના પ્રદેશ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આ દરમિયાન તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે, મહેસ સવાણીનું સુગર ત્રણ દિવસથી ઘટ્યા કરતુ હતું અને આજે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે તેમનું સુગર લો થઇ ગયું છે. ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને સારવારની જરૂર છે ત્યારબાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.