પાટીદાર સમાજ બાદ હવે કોળી સમાજે પણ આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા માટેની માંગ ઉઠી છે. કોળી સમાજના લોકો પર થયેલા કેસ પરત ખેંચવાની માગણી કરવામાં આવી છે. કોંગ્રેસ કોળી સમાજના ધારાસભ્યો પૂંજાભાઈ વંશ, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કેસો પરત ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે. જે કોંગ્રેસ કોળી સમાજના ધારાસભ્ય મુખ્યમંત્રીને રજુઆત કરવા પહોંચ્યા છે. જે ગીર સોમનાથ તળાવ બાબતે કેસ થયેલા છે.

સાણંદમાં નર્મદા પાણી માટે થયેલા આંદોલન કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. આલ્ટ્રા ટેક સિમેન્ટ કંપની સામે આંદોલન કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. એલ આરડી આંદોલનમાં સમયે કોળી સમાજના યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા રજુઆત કરવામાં આવશે.

કોળી સમાજના ધારાસભ્યો બાદ રાજકોટમાં રાજપૂત કરણી સેનાએ પણ કરણી સેનાના કેસો પરત ખેંચવાની માંગ કરી હતી. અને પદ્માવત ફિલ્મ સમયે થયેલા આંદોલનના કેસો પરત ખેંચવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે માંગ કરી હતી.