ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યોએ ભાજપનો સંપર્ક કર્યો છે. આ અંગે શનિવારે અહેવાલ
રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઈને રાજસ્થાનના MLA સંયમ લોઢાએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. જેમને ગુજરાત કોંગ્રેસના 10 MLA પર ભાજપની નજર હોવાનુ ટ્વીટ કર્યું હતું.

પ્રદિપસિંહ વાઘેલાએ સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા કોંગ્રેસી નેતાઓને તેમના શાસક પક્ષમાં જોડાવવાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જે સામાજિક અને રાજકીય નેતાઓએ સખત પરિશ્રમથી પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે અને આ બધાનું ભાજપમાં આવવા અને પક્ષમાં જોડાવા માટે સ્વાગત કરે છે.

પ્રદિપસિંહ વાઘેલાએ અહીં રાજ્ય ભાજપના મુખ્યમથક કમલમ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સી.આર. પાટીલના નેતૃત્વમાં રાજ્ય ભાજપ અજેય રહ્યું છે.