વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. આમ આદમી પાર્ટીની સક્રિયતાને જોતા ભાજપ પણ એક્શન મોડ પર આવી ગઈ છે. ભાજપ દ્વારા સતત રેલીઓ કરવામાં આવી રહી છે. એવામાં વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે.

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 મી જૂનના રોજ આવવાના છે. આજવા રોડ લેપ્રસી મેદાન ખાતે પીએમ મોદી સભા ગજવશે. સભામાં પીએમ મોદી સાથે સ્ટેજ પર બેસનારા લોકોનો RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. સભામાં કોવીડ ગાઈડલાઈનનું પણ પાલન કરાવાશે. કોવીડ ગાઈડલાઈનનું પાલન કરાવવા અધિકારીઓએ ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.

નોંધનીય છે ગુજરાતમાં સતત આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેને જોતા ભાજપ દ્વારા પણ હવે સતત રેલીઓ અને સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની સાથે ભાજપના નેતાઓનો જમાવડો પણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. તેની સાથે હવે વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 મી જૂનના રોજ આવશે.