અમદાવાદ AMC વિપક્ષ નેતા પદ વિવાદમાં આવી રહ્યું છે. જે કોગ્રેસ દ્વારા બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. જે કોંગ્રેસ દ્વારા સી જે ચાવડા અને નરેશ રાવલને નિરીક્ષક બનાવ્યા છે. કાઉનસિલરો સાંભળી પ્રદેશ પ્રમુખ રીપોર્ટ આપશે. છેલ્લા ૧૦ મહિનાથી વિવાદના પગલે પદ ખાલી છે. જેને લઈને કોંગ્રેસના બે જૂથ આમને સામને આવ્યા છે. જેઓ બપોરના ૪ કલાકે શહેર કોંગ્રેસ કાર્યલાય ખાતે પદ સાંભળશે. અમદાવાદ મહાનગર પાલિકાનું વિપક્ષ નેતા પદ છેલ્લા અનેક મહિનાઓથી ખાલી પડ્યું હતું.

નોંધનીય છે કે, ૨૦૨૧ માં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પરિણામ બાદ ૧૦ મહિના વીતી ગયા છતા વિપક્ષ નેતા પસંદગી કરવામાં આવી નહતી. હાલ વિપક્ષ નેતા પદ માટે બે ગૃપ આમને સામને આવી ગયા છે. જેને લઈને ઇકબાલ શેખ, શેહઝાદ ખાન પઠાણ, કમળાબહેન ચાવડા, અને રાજશ્રી કેસરી રેસમાં જોવા મળી રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્મા સાથે મુલાકાત બાદ ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે કહ્યું હતું કે રઘુ શર્મા સાથે આ પહેલી મુલાકાત કરી હતી. અને તેમને તમામ કાઉન્સિલરોએ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે અમદાવાદ મહાનગર પાલિકાનું ખાલી પડેલ વિપક્ષ નેતા પદ ઝડપથી નિર્ણય કરવા પણ જણાવ્યું હતું.