તાજેતરમાં સુરતમાં ભાજપના કાર્યકર્તાની દુષ્કર્મ કેસમાં સંડોવણી સામે આવ્યા બાદ અમદાવાદમાં ભાજપના આગેવાનનો પુત્ર દારૂના ગુનામાં સંડોવણ સામે આવતા હડકંપ મચી ગયો છે. આ મામલે શાહપુર પોલીસે 54 બોટલ દારૂ કબ્જે કર્યો છે. દારૂના કેસમાં 3 આરોપી વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

દરિયાપુર વિધાનસભા શહેર કારોબારી સભ્ય જયેશ પટેલ નો પુત્ર જીપલ પટેલની દારૂના કેસમાં સંડોવણી સામે આવી છે. જીપલ પટેલ ના પાનપાર્લર અને મંડપ ના ગોડાઉન માં દારૂ મળ્યો હતો. આ મામલે શાહપુર પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં ભાજપના આગેવાનના પુત્રની દારૂના ગુનામાં ધરપકડ થતા હડકંપ મચી ગયો છે. દરિયાપુર વિધાનસભા શહેર કારોબારી સભ્ય જયેશ પટેલ નો પુત્ર જીપલ પટેલ ની ધરપકડ કરી છે, અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા છે.