વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. તેની સાથે વિધાનસભાની ચુંટણી આવતા પહેલા જ પક્ષપલ્ટાની બાબતો પણ સામે આવતી રહી છે. એવામાં હવે મિશન 2022 વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે.

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી બનતા એક્શનમાં મોડમાં આવી ગયા છે. ટૂંક સમયમાં અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું જાહેર થશે. નીરવ બક્ષી દ્વારા મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, હું વિધાનસભાની ચૂંટણી નહિ લડુ. જગદીશ ઠાકોર બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીનું નિવેદન આવ્યું છે.

મહત્વની વાત છે કે, અગાઉ જગદીશ ઠાકોર પણ વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચુક્યા છે. અમદાવાદ શહેરની 16 વિધાનસભા માંથી 8 બેઠકો પર કોંગ્રેસ જીતશે. શહેરની 16 બેઠકના ઉમેદવારો કોંગ્રેસ 3 મહિના અગાઉ જાહેર કરી દેશે. સમગ્ર મામલે ઘડાઈ રણનીતિ રહી છે.