રાહુલ ગાંધી સામે ઇડી ની તપાસનો મામલો ચર્ચામાં છે. ગુજરાતના કોંગ્રેસના તમામ MLA ને દિલ્હી નું હાઈકમાન્ડ નું તેડું આવેલ છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના કોંગ્રેસના MLA દિલ્હી ગયા નથી. લલિત વસોયા, પુંજા વંશ, વિમલ ચુડાસમાં, વિક્રમ માંડમ, ભગવાનભાઇ બારડ સહીત MLA દિલ્હી ગયા નથી. દિલ્હી માં ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન માટે તેડાવ્યા હતા. કોંગ્રેસ ના કેટલાક MLA પર બાજ નજર વચ્ચે દિલ્હી જવાનુ ટાળતા અનેક તર્ક વિતર્ક સર્જાય રહ્યા છે. સોમનાથ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શુક્રવારે હોવાથી કેટલાક તબિયત નું કારણ આગળ ધર્યું છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે આ મામલે રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ મામલે કોંગ્રેસ દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સુરતમાં પણ કોંગ્રેસ દ્વારા આઈટી કચેરી બાહર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ઇડી જેવી સંસ્થાનો દુર ઉપયોગ કરી રહ્યા છે અને સંવિધાનની હત્યા કરી રહ્યા છે. રાહુલ ગાંધીના વ્યક્તિગત હક્ક પર તરાપ મારી રહ્યા છે. આ રાજકીય કિન્નાખોરી રાખી રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાનગતી કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું.