આવતી કાલથી અલ્પેશ ઠાકોર ઉતર ગુજરાતમાં પદયાત્રા કરશે. અલ્પેશ ઠાકોર મરતોલી થી બહુચરજી સુધી પદયાત્રા કરશે. અલ્પેશ ઠાકોર આ યાત્રા વિકાસ વંચિત સમાજ માટે યોજી રહ્યા છે. ગુજરાતમાં મોટી તાકાત આવનાર સમયમાં બનશે. 2022ની ચૂંટણીની હજી વાર છે, પરંતુ સંગઠન માટે યાત્રા છે. કોગેંસના પ્રમુખ વિધાનસભાની 123 બેઠકો ગણિત સમજાતું નથી. અમારો પક્ષ તો 182 માંથી 182 માટેનું લક્ષ્ય છે, એ ચોક્ક્સ છે.

આ પદયાત્રામાં 5000થી વધુ લોકો જોડાવવા હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. ઠાકોર સમાજ દ્વારા આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં દરેક સમાજનું ટેકો પણ હશે. જો કે આ આગામી સમયમાં વિધાન સભાની ચૂંટણી યોજાવવાની છે તેને લઈને પણ આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની ચર્ચામાં જણાઈ રહી છે. આ ઉપરાંત જણાઈ રહ્યું છે કે, આ માત્ર રેલી નથી પરંતુઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન પણ છે.

અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાત માંથી પદયાત્રા શરૂ કરશે. ત્યારે અલ્પેશ ઠાકોર હાલમાં જાણવવામાં આવી રહ્યું છે કે, હાલમાં 2022ની ચૂંટણી વાર છે પરંતુ આ યાત્રા સંગઠન માટે હોવાનું કહ્યું છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે આ સંગઠન વર્ષો જૂનું છે અને તેને જાગૃત રાખવા માટે અને સંગઠનને એક્ટિવ રાખવા માટે આ કાર્યક્રમો થતા રહે છે.