એએમસીમાં વિપક્ષના નેતાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ (AMC) વિપક્ષ નેતા બનવા બે કાઉન્સિલર ના ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. એક જ વિધાનસભા ના માહિલા કાઉન્સિલર અને પુરુષ કાઉન્સિલર નું વોર શરૂ થયો છે. જે વિપક્ષ નેતા બનવા માટે સોશ્યિલ મીડિયામાં વોર શરૂ થયું છે. દાણીલીમડા ના કોર્પોરેટર શહેઝાદખાન અને બહેરામપુર વોર્ડ ના કોર્પોરેટર કમળાબેન ચાવડા (Kamlaben Chavda) નું વોર શરૂ થયો છે. જેને લઈને આ સમગ્ર મામલો હાઈકમાન્ડ સુધી પહોચ્યો છે. ધારાસભ્યો ના જૂથ વાદ બાદ હવે કાઉન્સિલરોનું જૂથવાદ સામે આવ્યું છે. જે AMC માં કોંગ્રેસ ના 24 કાઉન્સીલર છે.

અમદાવાદ મનપા મહિલા કાઉન્સિલર ધમકી આપવાનો મામલે મોટી અપડેટ સામે આવી રહી છે. અમદાવાદ શહેરના મહિલા કાઉન્સિલરો પ્રદેશ કાર્યલય પહોંચ્યા છે. કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, જમનાબેન વેગડા અને કામિનીબેન સહિતના કાઉન્સિલરો પ્રમુખને મળવા પહોંચ્યા હતા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળવા મહિલા કાઉન્સિલર પહોંચ્યા હતા.

બહેરામપુર વોર્ડના મહિલા કાઉન્સિલરને સોશિયલ મિડીયા ધમકી મળી હતી. એએમસી (AMC) વિપક્ષ નેતા પસંદગી પર વિવાદ ચાલી રહ્યો છે.
દાણીલમડાના કાઉન્સિલર તરફથી ધમકી મળી હતી. ત્યારે વિપક્ષ પદનો વિવાદ છેક પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો છે.