રાજ્યમાં કોરોના મહામારી ફેલાયેલી છે. કોરોનાની બીજી ઘાતક લહેરમાં અનેક લોકો અસરગ્રસ્ત થયા છે. કોરોનાની આ લહેરમાં અનેક ધારાસભ્યો પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરી વેન્ટિલેટર અને ઓક્સીજનના પ્લાન્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. ત્યારે કોગ્રેસના ધારાસભ્યો દ્વારા ગ્રાન્ટની રકમ ફાળવણી કરવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જે કોંગ્રેસ પક્ષના પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ જાહેરહિતની અરજી કરી છે. જેને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં અરજદારની રજૂઆત કરવામાં આવી છે. અને આ જાહેરહિતની અરજીને સુઓમોટોમાં સામેલ કરવા રજુઆત હાઇકોર્ટેમાં કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના ની સ્થિતિ બેકાબુ બની રહી છે.

કોંગ્રેસ ના 65 ધારાસભ્યને 1.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જો કે હાલમાં માત્ર 25 લાખ ફાળવવામાં આવે છે. ત્યારે કાયદાકીય રીતે 1.25 કરોડની ગ્રાન્ટ ની જોગવાઈ છે. અરજદારે જણાવ્યું છે કે જો હાલ આ મુજબ ગ્રાન્ટ આપવામાં આવે તો આરોગ્ય લક્ષી માળખું ઉભું કરી શકાય છે. જે જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાઓ એ સરકાર યોગ્ય ગ્રાન્ટ આપે તો માળખું ઉભું કરી શકીએ છીએ. જે 65 ધારાસભ્ય નું કુલ 97 કરોડ રકમની ગ્રાન્ટ થાય છે.