ગુજરાત રમખાણો અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશના ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે વીસ વર્ષ પહેલા કેવી રીતે કાવતરું ઘડવામાં આવ્યું હતું તે અંગે શ્રેણીબદ્ધ ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદી છેલ્લા 18 વર્ષથી ઝેર ખાઈ રહ્યા છે. 2002 ના ગુજરાત રમખાણો દરમિયાન, મેં તેમને આ પીડા ખૂબ નજીકથી સહન કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી, તેથી બધું સાચું હોવા છતાં, અમે કશું કહ્યું નહીં.

વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, ‘લગભગ બે દાયકાથી મોદી અને ભાજપ વિરુદ્ધ પ્રચાર ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ તમામ આરોપોને ફગાવી દીધા છે. હવે તમે કહી શકો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સાબિત કરે છે કે તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા.

આ દરમિયાન જ્યારે અમિત શાહને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્યારે વિપક્ષ કહે છે કે રમખાણો થાય છે તો ભાજપને ફાયદો થાય છે, તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે, ‘આ બધી નકામી વાતો છે કારણ કે 2002ના રમખાણો પછી ન તો ગુજરાતમાં ક્યારેય રમખાણો થયા નથી. 2014માં મોદીજી વડાપ્રધાન બન્યા પછી દેશને રમખાણોની આગમાં સળગવા દેવાયો ન હતો. કારણ કે ભાજપની સરકાર આવ્યા બાદ રમખાણો બંધ થઈ ગયા હતા.

અહીં જુઓ સંપૂર્ણ ઇન્ટરવ્યુ