આજે ભાજપ ધારાસભ્યોની મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક મળવાની છે. સાંજે 4 કલાકે ધારાસભ્યોની બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. બેઠકમાં બી.એલ સંતોષ અને તરુણજી ચુગ હાજર રહેશે. બેઠકમાં તમામ મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યને હાજરીમાં બેઠક મળશે.

રાષ્ટ્રીપતિ ચૂંટણી મતદાન પ્રકિયા સમજ અંગે બેઠક માં મંથન થશે. રાજ્યમાં કુલ વસ્તી અને MLA-MP સંખ્યા આધારે BJPના 38751 મતો આંકલન થાય છે. ભાજપના 38751મતો દ્રૌપદી મળે તે અંગે બેઠકમાં મંથન થશે. રાજ્યના ભાજપનાં 111 MLA, 26 સાંસદ અને 11 માંથી 8 રાજ્યસભાના સાંસદ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરશે.

તેની સાથે સાસદના એક વોટનું મૂલ્ય 700 મતનું મૂલ્ય સમાન ગણાય છે. જેમા 14950 ની MLA સંખ્યા આધારે ગણતરી જ્યારે MPના 23,800 મતની ગણતરી થાય છે. કસમકસનો જંગ વચ્ચે એક પણ મત ફેલ ન જાય તે માટે આજે માર્ગદર્શન આપશે. જ્યારે આ સાથે ગુજરાતમાં ભાજપ વિધાનસભાની ચૂંટણી પહેલા એક્શન મોડમાં આવી ગયું છે.