ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીને લઇને રાજકીય પક્ષો એક્શનમાં આવી ગયા છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીની અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી છે. શિક્ષણનીતિને લઇને ઈસુદાન ગઢવીની પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માનનો નિર્ણય કર્યો હોવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે.

પંજાબની કોઈપણ પ્રાઈવેટ સ્કૂલઆ સત્રમાં ફિ વધારો કરી શકશે નહીં. પંજાબમાં પ્રાઈવેટ સ્કૂલ દ્વારા કોઈ ચોક્કસ દુકાનેથી જ પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવાની ફરજ પાડી શકાશે નહીં. શિક્ષણના ક્ષેત્રમાં આમ આદમી પાર્ટી ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે. રાજ્યમાં શિક્ષણ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ખાનગી સ્કૂલોએ 20 ટકાનો ફીમાં વધારો કર્યો છે. છેલ્લા ભાજપની મિલીભગતથી પાછળથી ફી વધારી દેવામાં આવે છે.

ગત વર્ષે ઓફલાઇન સ્કૂલો ચાલતી હતી છતાં ભાજપ સરકારે તેઓને ફી વધારા માટે જણાવી દીધું હોય એમ લાગે છે. પંજાબમાં ભગવંત માનની સરકારે સ્કૂલો માટે મોટા બે નિર્ણય લીધા છે. ત્યારે ગુજરાત સરકારને માંગ કરીએ છીએ કે ખાનગી સ્કૂલોએ પાંચ ટકાનો વધારો કર્યો છે એ પાછો કર્યો છે. FRCમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ કરો અને સ્કૂલો દ્વારા ત્યાંથી જ ડ્રેસ, ચોપડા ખરીદવા માટે ફરજ પાડે છે એ બંધ કરવામાં આવે.

જો આ નવા સત્રમાં આ માંગ નહિ સ્વીકારવામાં આવે તો અમે વાલીઓ સાથે રોડ પર આંદોલન સાથે ઉતરીશું. ફી વધારો પાછો નહિ ખેંચાય તો શિક્ષણ ફી મુદ્દે આવેદનપત્ર આપીશું અને રોડ પર ઉતરીશું.