દિલ્હી વિધાનસભામાં હંગામા વચ્ચે, અરવિંદ કેજરીવાલના વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 58 મત પડ્યા, જ્યારે કોઈ ધારાસભ્ય વિરોધમાં ઊભો થયો નથી. ભાજપના ત્રણ ધારાસભ્યો વિજેન્દર ગુપ્તા, અભય વર્મા અને મોહન સિંહ બિષ્ટને ડેપ્યુટી સ્પીકર સાથેની દલીલ બાદ ગૃહની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. વિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે “બનાવટી કેસ” નોંધવામાં આવ્યો હતો અને સીબીઆઈને તેની તપાસમાં કંઈ પણ મળ્યું નથી.

આ દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, આજે દિલ્હીમાં બીજેપીનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. તેણે લગભગ 10 રાજ્યોમાં 20 કરોડમાં ધારાસભ્યો ખરીદ્યા છે, દિલ્હીમાં પણ 40 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ થયો હતો. 20 કરોડ ઓછા ન હોત પણ અહીં કોઈ વેચાયું નથી. તેમણે જણાવ્યું છે કે, AAP ધારાસભ્ય જેલમાં છે, એક કેનેડામાં અને ત્રીજો ઓસ્ટ્રેલિયામાં છે. તેમ છતાં 58 વોટ અમારી તરફેણમાં પડ્યા છે.

સંગમ વિહાર કેસ અંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, બાળકીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે અને દોષિતોને સખત સજા કરવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે, એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત છે, LG અને કેન્દ્ર સરકારે તેના પર પગલાં ભરવા જોઈએ.

વિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી પાસે કુલ 62 ધારાસભ્યો રહેલા છે. બે દેશની બહાર છે, એક જેલમાં રહેલ છે. ચોથા સભ્ય ગૃહના અધ્યક્ષ છે અને કુલ 58 મત અમારી તરફેણમાં પડ્યા છે. વાસ્તવમાં પાર્ટીના ત્રણ ધારાસભ્યો વિધાનસભામાં હાજર રહી શક્યા ન હતા.