શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાજકોટની મુલાકાતે આવેલ છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ દરમિયાન અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ SDM સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં શહેર અને જિલ્લામાં શાળા ની પરિસ્થિતિ અને કોરોના અંગે માહિતી લીધી હતી.

આ દરમિયાન શિક્ષણ મંત્રી જીતું વાઘાણી દ્વારા કોરોના અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. વાલીઓ ના ફરીથી સહમતી પત્રક લેવા જીતુભાઇ વાઘાણી નું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. ઓનલાઈન વિકલ્પ યથાવત રહેશે. ઓફલાઇન માટે નિયમ પાલન કડક રૂપથી જરૂરી છે.

તેની સાથે તેમણે જણાવ્યું હતું કે, આજે દિવસભર રિવ્યુ બેઠક યોજાશે. બ્રિજના કામો સમયસર પુરા કરવા પ્રયાસ કરાશે. મોટા કામોમાં થોડી તકલીફ પડે છે. ઓછી તકલીફ થાય તેવા પ્રયાસ કરાશે. ઓનલાઈન વિકલ્પ યથાવત રહેશે. શાળાઓને કરીશું તાકીદ, ઓફલાઇન માટે વાલીઓ ના ફરીથી સંમતિ પત્રક લેવાશે.

કોરોનાના કેસ વધતા મહત્વનું નિવેદન આપતા તેમને જણાવ્યું છે કે, કોરોના ગાઈડલાઈન નું કડક પાલન કરવાનું રહેશે. જામનગરની રેગિંગની ઘટના અંગે નિવેદન સામે આવ્યું છે. કોઈને છોડવામાં આવશે નહીં. રેગિંગના દોષોને ભૂતકાળ બનાવીશું.