વડોદરામાં કોરોના પાયમાલ થયેલા રાત્રી બજારના વેપારીઓ પાસે કોર્પોરેશનની પઠાણી ઉધરાણી કરવામાં આવી રહી છે. એક વર્ષ નુ ભાડુ ઉપરાંત જીએસટી અને 18 ટકા વ્યાજની ઉઘરાણી કરવામાં આવી રહી છે.ભાડું ન ભરતા વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવી છે. હજું તો માંડ ધંધા શરુ થઈ રહ્યા છે ત્યારે કોર્પોરેશનની પઠાણી ઉઘરાણીથી વેપારીઓ મુશ્કેલીમા મુકાયા છે.

કોરોના સંક્રમણ બાદ હોટેલ, રેસ્ટોરાં, જિમ સહિત ના ધંધા માં એક વર્ષનો પ્રોપર્ટી ટેક્ષ માફ કર્યો, વીજ બિલ માં પણ રાહત આપી છે. રાત્રી બજાર ની 45 દુકાનો ને કોઈજ રાહત આપવામાં આવી નથી.

એક વર્ષના ભાડા નહીં આપનાર 34 દુકાનોને સિલ મારી દેવાઈ છે. છેલ્લા 5 વર્ષથી 50થી વધુ રાત્રી બજારની આજવા રોડ ખાતે દુકાનો તૈયાર કરાઈ છે જે ધૂળ ખાઈ રહી છે આજ દિન સુધી તેની આવક થઈ રહી નથી આવી વિસંગતતા કોર્પોરેશન તંત્ર ની નિષ્ફળ કામગીરી ની પોલ ખોલી રહી છે..

ત્યારે આજે આ મુદ્દે વડોદરા કોર્પોરેશન કચેરી પર કોંગ્રેસે દેખાવો યોજ્યા હતા.શહેર પ્રમુખ પ્રશાંત પટેલ અને પાલિકાના કોંગ્રેસ નેતા અમી રાવતની આગેવાનીમાં દેખાવો કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસે તંત્ર પાસે માંગ કરી હતી કે, તાત્કાલિક ધોરણે લારી ગલ્લાનો વહીવટી ચાર્જ માફ કરવામાં આવે. રાત્રિ બજારની દુકાનોનું ભાડું પણ માફ કરવા આવે.
આ અંગે કોંગ્રેસે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકરો પણ વિરોધમાં જોડાયા હતા.