ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. એવામાં કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

આજે મોરબી ખાતે લલિત કગથરા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટંકારા પડધરી ના કોંગ્રેસ ના ધારાસભ્ય છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગી અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેની સાથે 4 થી 5 હજાર લોકોની સાથે રેલી યોજી લલિત કગથરા નું સન્માન કરવામાં આવ્યું છે.

તેની સાથે આજે સવારના મહેન્દ્રનગર થી રવાપર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી માં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તા હાજર રહ્યા હતા. ભાજપ ના ગઢમાં આજે કોંગ્રેસ ના ધારાસભ્ય નું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ માં લલિત કગથરા ની નિયુક્તિ થતા સન્માન રેલી યોજાઈ છે.