આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરો જેલ મુક્ત થઈ ગયા છે. મહિલા કાર્યકરોના 6 શરતો ને આધારે જામીન મળ્યા છે. કમલમ કાર્યાલય પર હોબાળા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તમામ 28 મહિલા કાર્યકરો નો છુટકારો થયો છે.

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મહિલા કાર્યકરોનુ સ્વાગત કરવામાં આવ્યું છે. મોં મીઠું કરાવી, હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે. ઘણી મહિલા કાર્યકર ખુશીના આંસુએ રડી પડી હતી. જેલ બહાર નીકળતા જ મહિલા કાર્યકારોનું નિવેદન સામે આવ્યું હતું.

 

મહિલા કાર્યકારોનું નિવેદન આપતા જણાવવામાં આવ્યું છે કે, જ્યાં પણ અન્યાય થશે ત્યાં અમારી લડત ચાલુ રહેશે. અમે માત્ર વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા. અમને પોલીસ સ્ટેશનથી મુક્ત કરવા કહેવાયું હતું. પછી સીધા સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યા છે. નારી શક્તિ મજબૂત બનીને બહાર આવી છે. જ્યાં સુધી રાજ્યમાં કેજરીવાલ સરકાર નહીં બને ત્યાં સુધી લડત ચાલુ રહેશે. મહિલાએ આજે સિંહણ બની છે લડત ચાલુ રહેશે.

તેની સાથે આપ મહિલા કાર્યકરોએ 6 શરતોનું પાલન પાલન કરવું પડશે. કેસ સાથે સંકળાયેલા કોઈપણ સાક્ષીને ડરાવવા કે ધમકાવવા નહીં. કોર્ટની પરવાનગી વગર દેશ છોડવો નહીં. એક અઠવાડિયામાં કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે. ચાર્જશીટ ફાઈલ ના થાય ત્યાં સુધી ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં દાખલ ના થવું. કેસ ચાલે ત્યાં સુધી લાગતા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી પડશે. કોર્ટની મંજૂરી વગર ફોન નંબર કે સરનામું બદલવું નહીં.