હાર્દિક પટેલ આવતીકાલે ભાજપમાં પ્રવેશ કરશે. સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલની રાજકીય અસર કેવી રહેશે તેની પણ અટકળો શરૂ થઇ ગઈ છે. જે ભાજપમા જોડાયા પહેલા હાર્દિક પટેલ ગાંધીનગરમા ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. હાર્દિક પટેલ ગઈ કાલે રાત્રે ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. ગાંધીનગર મેયર અને શહેર પ્રમુખ સહિતના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી છે. કમલમ ભાજપમાં જોડાવાના આયોજન સંદર્ભે મુલાકાત હોવાનુ મનાય છે.

ભાજપની વિચારધારાથી પ્રેરાઈને હાર્દિક અને તેના સાથી જોડાશે. સરકારની કામગીરીથી પ્રભાવિત થઈને હાર્દિક ભાજપમાં જોડાશે. 2 જૂને બપોરે 12 વાગ્યે તેમના સમર્થકો સાથે હાર્દિક ભાજપમાં જોડાશે. પાટીદાર નેતા હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે અટકળોનો આખરે અંત તો આવી ગયો છે. જે 2 જૂનના રોજ હાર્દિક પટેલ કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે.

ગઈ કાલે જ ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે હાર્દિક પટેલ 2 જૂનના રોજ ગાંધીનગરના કમલમ ખાતે બીજેપીમાં જોડાશે. ગાંધીનગર મહાત્મા મંદીર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે.