પાર્ટીના નેતાઓ વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી સક્રિય થઇ ગયા છે અને તેમની પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. ત્યારે પાર્ટીઓમાં નેતાઓના પક્ષ પલ્ટો થવાનું શરૂ થઇ ગયું છે. જે હવે કોંગ્રેસના નેતાઓ એક પછી એક ભાજપનો ખેસ પહેરવા લાઈનો લગાવી રહ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ચર્ચાનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે શું સૌરાષ્ટ્રના વધુ એક કોંગી MLA ભાજપમાં જશે? પહેલા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાંથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા નીકળ્યા, હવે રૂપાણી સાથેનું સ્ટેટ્સ મૂક્યું, હાર્દિકની રાહે દોરાતા પાટીદાર નેતા વસોયા, શું કેસરિયાના મૂડમાં છે જેને લઈને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.

થોડા દિવસો પહેલા રાજકોટના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા હતા, ત્યારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે લલિત વસોયા ટૂંક સમયમાં કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ શકે છે ત્યારે આ મામલે ધારાસભ્યએ પોતે સામે આવીને આ બધી વાતોને ફગાવી દીધી હતી ત્યારે હવે ફરી આ વાતે જોર પકડ્યું છે કે લલિત વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં ટૂંક સમયમાં જોડાશે.