રાજસ્થાનમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે ​​કોટાથી પાર્ટીની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. યાત્રાના 91મા દિવસે બુધવારે રાહુલ ગાંધી સવારે 6 વાગ્યે દારા સ્ટેશન ગણેશ મંદિરથી કોટા તરફ આગળ વધ્યા.

આ યાત્રા રાજસ્થાનમાં તેના ત્રીજા દિવસના પ્રથમ ચરણમાં ઓછામાં ઓછું 13 કિમીનું અંતર કાપી લાડપુરાના મંડાના પહોંચશે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા આગામી બે સપ્તાહ સુધી રાજસ્થાનમાં રહેશે. અહીં યાત્રા કુલ 7 જિલ્લાને કવર કરશે અને કુલ 520 કિમીનું અંતર કાપશે.

રાહુલ ગાંધીએ બુધવારે પદયાત્રાની શરૂઆત કરતાની સાથે જ હાથ જોડી ગણેશ મંદિર સમક્ષ પ્રણામ કર્યા હતા. આ દરમિયાન બાંસવાડાના આદિવાસી કલાકારોના સમૂહે યાત્રાની શરૂઆતમાં નૃત્ય રજૂ કર્યું હતું.