રાજ્યમાં 2022 ની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જે રાજ્યમાં આયારામ ગયારામની રાજનીતિ યથાવત જોવા મળી રહી છે. વધુ એક કોંગ્રેસના દિગ્ગ્જ નેતા પક્ષથી નારાજના સમાચાર સામે આવ્યા છે. જે અશ્વિન કોટવાલ ની નારાજગી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેને લઈને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે, અશ્વિન કોટવાલ હાલ કોંગ્રેસમાં છે. કોંગ્રેસ ખૂબ મોટો પરિવાર છે, નાનું મોટું ચાલતું હોય છે. કોટવાલ સાથે વાટાઘાટો ચાલી રહી છે. અમારી જવાબદારી પણ અણબનાવનો ઉકેલ લાવવાની છે.

જો કે, અશ્વિન કોટવાલને વિધાનસભા વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયા હોવાની ચર્ચા છે. અશ્વિન કોટવાલ પણ કોંગ્રેસનો સાથ છોડે તો કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો મળી શકે તેમ છે. 4 ટર્મથી ચૂંટાતા આદિવાસી ધારાસભ્ય ભાજપમાં જોડાશે.

જે અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહત્વનું છે કે ટૂંક સમય પહેલા અશ્વિન કોટવાલના વિસ્તારની ખેડભ્રહ્મા તાલુકા પંચાયત પણ તૂટી હતી. કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી ચુક્યા છે. 6 એપ્રિલે ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલને ભાજપમાં જોડાતા રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જો કે, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે. ત્યારે આ શાસનને ટકાવી રાખવા અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તમામ 182 બેઠકો હસ્તગત કરવા ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે.