2022 વિધાનસભાની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ માટે ચિંતાના સમાચાર આવ્યા છે. જે પ્રશાંત કિશોરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસનું કેમપેઇન કરશે. જેને લઈને રાહુલ ગાંધીએ લીલીઝંડી આપી છે. ત્યારે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઇને પણ સાથે સાથે મોટા સમાચાર સામે આવ્યા છે.

પ્રશાંત કિશોરની એન્ટ્રીથી નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી માનવામાં આવી રહી છે. જે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની પણ બેઠક થઇ ગઈ છે. ગઈકાલે નરેશ પટેલે સત્તા વાર આ વાત પણ સ્વીકારી હતી. ગુજરાત બહાર બંને નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક થઇ હતી. નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની એક એક શરત રાખવામાં આવી છે. જે નરેશ પટેલે પ્રશાંત કિશોરને કેમ્પઇનિંગની જવાબદારી સોંપવામાં આવે તેવી શરત રાખી છે. ત્યારે હવે પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી થઇ ગઈ છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હી રાહુલ ગાંધી સાથેની બેઠકમાં પ્રશાંત કિશોર મામલે ચર્ચા થઇ હોવાનું સામે આવી રહ્યું છે. જે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની એક સાથે કોંગ્રેસમાં એન્ટ્રી થશે. નરેશ પટેલની આજે જ રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત થઇ છે. નરેશ પટેલે પોતાની તમામ માંગણીઓ રાહુલ ગાંધી સામે મુકી હતી. ત્યારે નરેશ પટેલને કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવશે.