રાજ્યમાં 2022 ની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જે રાજ્યમાં આયારામ ગયારામની રાજનીતિ યથાવત જોવા મળી રહી છે. વધુ એક કોંગ્રેસના દિગ્ગ્જ નેતા પક્ષથી નારાજના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ ફરી તૂટવાનું નક્કી જણાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા નારાજ જોવા મળી રહ્યા છે. 4 ટર્મથી ચૂંટાતા આદિવાસી ધારાસભ્ય ભાજપમાં જોડાશે.

જે અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહત્વનું છે કે ટૂંક સમય પહેલા અશ્વિન કોટવાલના વિસ્તારની ખેડભ્રહ્મા તાલુકા પંચાયત પણ તૂટી હતી. કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી ચુક્યા છે. 6 એપ્રિલે ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલને ભાજપમાં જોડાતા રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જો કે, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે. ત્યારે આ શાસનને ટકાવી રાખવા અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તમામ 182 બેઠકો હસ્તગત કરવા ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે.