ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં 2022 ની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની જેમ વિધાનસભામાં પણ જીત મેળવવા માટે પાર્ટી દ્વારા અલગ-અલગ રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન આમ આદમી પાર્ટીથી એક ઘટના સામે આવી છે.

ઈશુદાન ગઢવી પર ભાજપની મહિલા કાર્યકર્તાઓએ નશાની હાલતમાં હોવાનો તથા છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસને અરજી આપી છે. હાલ ઈશુદાન ગઢવી થતા ગોપાલ ઇટડીયા સેક્ટર-21 પોલીસ કસ્ટડીમાં રહેલા છે.

ગાંધીનગર પોલીસે 70 લોકો પર ગુન્હો દાખલ કર્યો છે. તમામને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. કલમ 452, 353,353 A , 341, 323, 143,144,145, 147, 148,149, 151, 152, 269, 188, 429, 504, 120, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિકત એક્ટ 37, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135 લગાવવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, પ્રવીણ રામ, નિખિલ સવાણી, શિવ કુમાર, હસમુખ પટેલ સહીત 500 ના ટોળા સામે FIR કરવામાં આવી છે. બિન જામીન પાત્ર કલમો ઉમેરાય છે.

સરકારે સચિવાલયના દરવાજા બંધ કર્યા તો AAPના કાર્યકરો કમલમના પગથિયાં સુધી પહોંચી ગયા, ભાગતી કારે હર્ષ સંઘવી દોડ્યા.આપના આંદોલનકારીઓ સચિવાલયમાં આવશે એવી દહેશતમાં સચિવાલયના દરવાજાઓ બંધ કરી દેવાયા હતા. સચિવાલયના ગેટ બંધ થતાં આપે ત્યાં જવાના બદલે સીધા ભાજપ ગુજરાત હેડક્વાર્ટર કમલમ પહોંચી ગયા

નોંધનીય છે કે, ઈશુદાન ગઢવી પર કરવામાં આવેલ ફરિયાદ બાદ આમ આદમી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. કેમકે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીને આગળ લઇ જવામાં અગ્રેસર રહેલા છે. એવામાં તેમના પર આ ફરિયાદ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.