વડોદરા કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. કોંગ્રેસના 7 માંથી 5 કોર્પોરેટરો નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. પક્ષના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો 5 કોર્પોરેટરોએ નિર્ણય કર્યો છે. જીગ્નેશ મેવાણીના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવા મુદ્દે કાર્યકર સાથે બોલાચાલી થતા વિવાદ થયો હતો. કોર્પોરેટરનું અપમાન કરનાર કાર્યકર સામે પગલાં લેવા પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી છે. જ્યાં સુધી કાર્યકર પર પગલાં નહિ ભરાયાં ત્યાં સુધી પક્ષના કાર્યક્રમનો બહિષ્કાર કરશે.

5 કોર્પોરેટરોએ ગાંધીનગર જઈ જિલ્લા પ્રભારીને લેખિતમાં રજૂઆત કરી હોવાની પણ માહિતી હતી. સર સયાજીરાવ ગાયકવાડની નગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે તે અંગેની વડોદરા શહેર કોંગ્રેસના નેતા અમિત ઘોટીકરે પોસ્ટ વાયરલ કરી હતી. જેને લઈને અલગ અલગ રાજકીય ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આ મામલે કોંગ્રેસે નોટિસ પણ પાઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમિત ઘોટીકર કોંગ્રેસના નેતા હોવા છતાં PMના આગમનને આવકારતી પોસ્ટ મૂકી હતી. તેમણે સર સયાજીરાવ ગાયકવાડની નગરીમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત તેવી PM નરેન્દ્ર મોદીના તરફેણની પોસ્ટ કરતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ અમિત ઘોટીકરને નોટિસ પાઠવી છે.