વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. તેની સાથે વિધાનસભાની ચુંટણી આવતા પહેલા જ પક્ષપલ્ટાની બાબતો પણ સામે આવતી રહી છે. એવામાં હવે ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોર્પોરેટરને લઈને જાણકારી સામે આવી છે.

ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોર્પોરેટર સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. આ અગાઉ આ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કોર્પોરેટર સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી હતી.

તેમ છતાં આ બાબતે કાર્યવાહી હજી બાકી છે તેવામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કોર્પોરેટર મનીષા કુકડીયા ફરીથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેથી આ મામલે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ મનીષા કુકડીયા સામે પક્ષ પલટો કરી પક્ષાંતર ધારાનો ઉલ્લંઘન કરવા બાબતે ફરિયાદ શહેરી વિકાસ વિભાગના સચિવને કરવામાં આવી છે. તેની સાથે જ ભાજપ શાસકો દ્વારા સચિવ સામે મનીષા કુકડીયાનું સભ્યપદ ડિસ્કવોલી ફાઇડ કરવાની માગણી પણ કરવામાં આવી છે.