જયારે ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોની નારાજગી દૂર કરવા માટે ભાજપ દ્વારા ચાર સભ્યોની સમિતી રચાઈ છે. યુપીમાં ચૂંટણી પહેલા જ ભાજપ હાઈકમાન્ડ કામમાં લાગી ગયું છે. બ્રાહ્મણ મતોને ખેંચવા માટે ભાજપે કમીટી બનાવવામાં આવી છે.

 

નોંધનીય છે કે, જેમાં ચાર સભ્યોની કમિટીમાં રાજ્ય સભા ના સાંસદ રામભાઈ મોકરીયાને સ્થાન મળેલ છે. બ્રાહ્મણો માટે આઉટરીચ કાર્યક્રમોનો નિર્ણય કમિટી કરવામાં આવશે.. શિવપ્રતાપ શુક્લા, મહેશ શર્મા, અભિજિત મિશ્રાનો પણ સમાવેશ કરવામાં આવે છે.

ભાજપના એક નેતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં બ્રાહ્મણોમાં પાર્ટી વિરુદ્ધ કેટલીક ફરિયાદો રહેલી છે જેને સંબોધિત કરવાની જરૂરીયાત છે”, તેની સાથે વધુ જણાવ્યું હતું કે, તેમને ભાજપે સમાજના હિતમાં અનેક કાર્ય કરેલ છે પરંતુ મત ટ્રાન્સફર કરવા માટે બ્રાહ્મણોમા વધુ આક્રમક રીતે પ્રચાર કરવાની જરૂરીયાત છે.

 

જ્યારે ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો 16 ટકા બ્રાહ્મણો સામેલ છે. તેની સાથે જ 2017 ની ભાજપની જીતમાં તેમનો મોટો ફાળો હતો. જેના લીધે આવતી ચુંટણીને લઇને જાતિને આકર્ષવા માટે આ સમિતીની રચના કરવામાં આવી છે.