કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આજે વિવિધ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ખેતી બાદ સૌથી મોટી રોજગારી ટેક્સટાઇલ ઉદ્યોગ આપે છે. ખેતીમાં સરકારે હાથ ઉંચા કરી દીધા છે. મંદી, નોટબંધી, કોરોના અને GSTથી ઉદ્યોગ ખતમ થઈ રહ્યો છે. ગુજરાતના વેપારીઓને ભાજપ સરકાર બરબાદ કરી રહી છે. ગબ્બર સિંહ ટેક્ષ(GST) માં 7 ટકા નો વધારો કર્યો છે. જયારે 25 કરોડ લોકો કપડા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. સરકારને 30 હજાર કરોડ ટેક્સની આવક થઇ છે.

ગુજરાતનો કપડાં ઉદ્યોગ 10 હજાર કરોડ ટેક્ષ આપે છે. જીએસટી ના નામે વેપારીઓને કેટલા લૂંટયા એ પ્રશ્ન કોંગ્રેસ પૂછે છે. કપાસ પકવતા ખેડૂતને સરકારે કેટલો મજબૂત કર્યો એ પ્રશ્ન છે. મીટ એક્સપોર્ટમાં ભારત અગ્રેસર બન્યું છે. જીએસટી, તંત્ર, અને ઇન્કમટેક્સ થી વેપારીઓને સરકાર લૂંટે છે. પહેલા ટેક્ષ નાખી આંદોલન કરતા વેપારીઓને સરકાર ડંડા મારશે. આંદોલન ઉગ્ર બનશે તો 2 ટકા ટેક્ષ ઓછો કરશે. જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં મુખ્યમંત્રીની ભૂમિકા અંગે પ્રશ્નો કરવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી જણાવે કે જીએસટી બેઠકમાં એમણે જીએસટી વધારવા અંગે કંઈ કહ્યું હતું કે નહીં ? જીએસટી અધિકારીઓ પોલીસની ભૂમિકામાં જોવા મળે છે. કોંગ્રેસ જીએસટી ને લઈને સુરત, અમદાવાદમાં દેખાવો કરશે. ત્યારે વેપારીઓ ડર્યા વગર આગળ આવવું જોઈએ. અવાજ ઉઠાવનાર વેપારીને ત્યાં દરોડા પાડશે તો કોંગ્રેસ અવાજ ઉઠાવશે. દરોડા પડશે તો કોંગ્રેસ વેપારીના સપોર્ટ માં પહોંચી જશે. જે ભાજપના જાહેર કાર્યક્રમો અંગે જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે.

કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે GST મુદ્દે પણ તેમનું નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં ખેતી પછી સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ ટેકસટાઇલ છે. ખેતી માટે પહેલેથી સરકારે હાથ ઊંચા કરી દીધા છે. જે પરીઓએ ભાજપને ફંડ અને મત આપ્યા તેને ભાજપ સરકાર બરબાદ કરે છે. GST એટલે ગબ્બરસિંગ ટેકસ. સુરતનો ટેકસ ટાઇલ ઉદ્યોગ બંધ થવા જઈ રહ્યો છે. ગેસના ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગ ખતમ થઈ ગયો. સૌથી વધુ ટેકસ પણ ટેકસ ટાઇલ ઉદ્યોગ આપે છે. જે નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસ પર આક્ષેપ કરતા હતા. કોંગ્રેસ મટન એકપોર્ટ કરે છે તેમાં સબસીડી આપે છે અને કપાસને રાહત આપતી નથી. નરેન્દ્રભાઇ તમે મટન એકપોર્ટ કરતી કેટલી સબસીડી બંધ કરી તેનો જવાબ આપો. કપાસ પકવતા ખેડૂતોને નરેન્દ્રભાઇ તમે કેટલી રાહત આપી તેનો જવાબ આપો.

GST ટેકસને હું ટેકસ નથી કહેતો લુંટ, દાદાગીરી અને સરકારની નગ્નતા કહું છું. જે સરકારે પહેલા 12 ટકા GST કર્યો હવે મિટિંગ કરશે, અને જો વેપારી આંદોલન કરશે તો તેમને દંડા મારશે. ત્યારે સરકાર છેલ્લે 5 ટકા વધારીને લુંટ ચલાવશે. ટેકસ ટાઇલ, બ્રાસ, સિરામિક જેવા અનેક ઉધોગોને ભાજપ સરકાર ખતમ કરી રહી છે. GST કાઉન્સિલ દ્વારા નક્કી કરેલા સ્કેબમા ગુજરાતના નાણામંત્રીની શું ભૂમિકા હતી. આવતીકાલથી અમદાવાદ અને રાજકોટ, વડોદરામાં કોંગ્રેસ GST સામે આંદોલન કરશે. GSTના નામે સરકાર વેપારીઓના તોડ કરે છે. જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે જે વેપારીને ત્યાં રેડ કરશે ત્યાં કોંગ્રેસના આગેવાનો 50 ગાડી સાથે પહોંચીશું.

કોંગ્રેસ કોરોનાની ગંભીરતા સમજે છે. કોંગ્રેસ કોવિડ ના નિયમોનું પાલન કરી કાર્યક્રમો યોજે છે. સામે પક્ષે ભાજપ લોકોના આરોગ્યની ચિંતા કરતું નથી. અમે વાઈબ્રન્ટ ના તાયફાઓનો વિરોધ કરીએ છીએ. દાતણ અને ઘાસચારા વેચવાના એમઓયુ ના હોય છે. ગુજરાતનું રોકાણ રાજસ્થાનમાં જતું રહ્યું છે. ગુજરાતના અનેક વેપારીઓ અન્ય દેશ કે રાજ્યમાં જતા રહ્યા છે. વેપારીઓ ભાજપ સરકારની ધાક ધમકીઓ થી ડરી રહ્યા છે. ભાજપ સરકારને મારી વિનંતી કે તેઓ અહમ ના ભોગે લોકોને પરેશાન ના કરે. કોરોનાની ત્રીજી લહેર અંગે વિશ્વ કહેતું હોય ત્યારે મુખ્યમંત્રી ગંભીર જોવા મળી રહ્યા નથી.

રાજકોટના મુખ્યમંત્રીના રોડ શો અંગે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસે 7 દિવસ વિવિધ જિલ્લામાં કાર્યક્રમ કર્યા જેમાં નિયમો જાળવ્યા છે. સરકારને વિનંતી કરું છું કે, તમારા અહમ, કાર્યક્રમના ભોગે ગુજરાતની જનતાને ના હોમો. રાજકોટવાળા સુરત જાય છે અને સુરતવાળા રાજકોટ જાય છે. દેશના પ્રધાનમંત્રી તરીકે થાળી, તાળી વગાડવાની વાત બાલિસ્તા છે. કોરોનાના સમયમાં અમે અમારા નેતૃત્વને ખોયું છે. અમે વાયબ્રન્ટનો વિરોધ નથી કરતા પરંતુ તાયફાનો વિરોધ કરીએ છીએ.