ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વર્ષમાં અમુક રાજકીય નેતાઓના પ્રવાસો વધી ગયા છે અને ચૂંટણીનો ગરમાવો ઉભો થવા લાગ્યો હોવાનું ચિત્ર સર્જાઇ ગયું છે, જે વિધાનસભાની ચૂંટણી નો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભાજપ દ્વારા 2022ની ચૂંટણી મંથન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વિધાનસભાની બેઠકો ચિતાર મેળવા માટે ભાજપની કવાયત તેજ બની છે. ભાજપે 182 બેઠકો પૈકી 101 બેઠકોના પ્રભારી નિયુક્તિ અંગે જાહેરાત કરી છે. ભાજપ કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરગુજરાતની વિધાનસભા બેઠકો વાઇઝ પ્રભારી નિયુક્તિ કરી છે. મધ્ય ગુજરાતના 7 જિલ્લાની 40 બેઠકોના પ્રભારી નિયુક્તિ કરવામાં આવી છે.

કચ્છ જિલ્લાની 6 બેઠકોનાં પ્રભારી નિયુક્તિ કરવામાં આવી છે. ઉતર ગુજરાતના 5 જિલ્લાના પ્રભારી નિયુક્ત કર્યા છે. અમદાવાદની 15 અને જિલ્લાની ત્રણ બેઠકો એમ 18 બેઠકોના પ્રભારી નિયુક્તિ કરવામાં આવી છે. પ્રભારી નિયુક્તિ બાદ વોડ વાઇઝ પ્રવાસનું સૂચન કરવામાં આવ્યું છે. વોડ મુજબ પ્રવાસ યોજીને નબળા વોડમાં તારણો શોધવાનો ટાસ્ક આપ્યો છે.