પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંત કોરાટની પત્રકાર પરિષદ યોજાઇ છે. આ દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, દેશને આઝાદીના 75 વર્ષ પુર્ણ થયા તે નિમિતે યોજાનાર આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. 14મી ઓગસ્ટના દિવસે ગુજરાતભરમાં યુવા મોરચા દ્વારા 256 થી વધારે સ્થળો પર મશાલ રેલી યોજવામાં આવશે. 15મી ઓગષ્ટના દિવસે 300થી વધારે સ્થળો પર 30 હજારથી વધુ યુવાનો એક સાથે રાષ્ટ્રગાન કરશે. 15 મી ઓગસ્ટ થી 18 ઓગસ્ટ દરમિયાન ગુજરાતભરમાં 134 સ્થળો પર યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ અને સાયકલિંગના કાર્યક્રમ યોજાશે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આવનાર સમયમાં ભારત દેશ વિશ્વગુરુ બનશે.

કોરાટએ જણાવ્યું છે કે પ્રદેશ યુવા મોરચા દ્વારા 14મી ઓગસ્ટના રોજ આઝાદીની પુર્વ સંધ્યાએ દેશ ભક્તિનું વાતાવરણ ઉભુ કરી સમગ્ર ગુજરાતમાં 256 થી વધારે સ્થળો પર મશાલ રેલીનું આયોજન હાથ ધરાશે. મશાલ યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો સાથે કોવિડના નિયમોના પાલન સાથે યાત્રા નીકાળવામાં આવશે. 15મી ઓગસ્ટે આઝાદીના પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના તમામ યુવાનો પોતાના વિસ્તારમાં, મંડળમાં સાથે બેસી આદરણીય વડાપ્રધાન લાલ કિલ્લા પરથી કરનાર સંબોધનને સાંભળશે.

ડૉ.પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં 15મી ઑગસ્ટના રોજ યુવા મોરચા દ્વારા સવારે 7:50 કલાકે એક સાથે સામુહિક રાષ્ટ્રગાન કરવામાં આવશે. અને 300 થી વધારે સ્થળો પર આ કાર્યક્રમ યોજવવામાં આવશે, જેમાં 30 હજારથી વધુ યુવાનો જોડાશે. સાથે આવતીકાલથી આઝાદીના અમૃત મહોતસ્વ ઉજવામાં આવશે આ કાર્યક્રમ 15 મી ઓગસ્ટ થી 18 ઓગસ્ટ સુધી યુવા મોરચાએ મેરેથોન દોડ અને સાયકલિંગ નો કાર્યક્રમનું આયોજન કર્યું છે. 134 સ્થળો પર ગુજરાતના યુવાનો મેરેથોન દોડ અને સાયકલિંગ નું આયોજન કરશે જેમાં 127 સ્થાન પર મેરેથોન દોડ થશે અને સાત સ્થળો પર સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ દ્વારા આઝદાની અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેરેથોન દોડ 7500 મીટર સમગ્ર દેશમાં યોજાશે અને 1005 કિલોમીટરની યાત્રા ગુજરાતમાં યોજાશે. સમગ્ર રાષ્ટ્રમાં 75 સ્થાન આ કાર્યક્રમ જેમાં સમગ્ર રાષ્ટ્રમાં 5625 કિલોમીટરનો કાર્યક્રમ થવાનો છે. અને આઝાદીના અમૃત મહોત્સનો કાર્યક્રમ માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નહી પરંતુ સમગ્ર દેશનો કાર્યક્રમ છે.