ભાજપના કાર્યકરોએ મનીષ સિસોદિયાનું પૂતળું બાળ્યું, ડેપ્યુટી સીએમને બરતરફ કરવાની માંગ સાથે કર્યો વિરોધ

બીજેપી કાર્યકર્તાઓએ આજે દિલ્હીમાં કેજરીવાલની AAP સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ કર્યો. નવી આબકારી નીતિમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મંત્રીમંડળમાંથી બરતરફ કરવાની માગણી સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને અન્ય ભાજપના કાર્યકરોએ પ્રગતિ મેદાન પાસે મનીષ સિસોદિયાનું પૂતળું દહન કર્યું હતું.
નવી એક્સાઈઝ પોલિસીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સ્ટિંગ જારી કર્યા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના રાજીનામાની માંગણી કરીને બીજેપી દિલ્હી સરકાર પર દબાણ કરી રહી છે. તાજેતરમાં જ એક સ્ટિંગ ઓપરેશનમાં ભાજપે દાવો કર્યો હતો કે વીડિયોમાં સીબીઆઈની એફઆઈઆરમાં આરોપી સની મારવાહના પિતા કમિશન આપ્યાની કબૂલાત કરી રહ્યા છે.
જયારે, મનીષ સિસોદિયાએ ભાજપના સ્ટિંગને નકલી ગણાવતા કહ્યું હતું કે તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે. બીજેપી સ્ટિંગને લઈને પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે મનીષ સિસોદિયાએ કહ્યું કે બીજેપી તેમની ધરપકડ કરવા માટે CBI અધિકારીઓ પર દબાણ કરી રહી છે. જોકે, ડેપ્યુટી સીએમએ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના કોઈપણ સવાલનો જવાબ આપ્યો ન હતો અને પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે જ છોડી દીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા વિશેષ સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવનાર છે. વડાપ્રધાન મોદીનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે છે. આ દિવસથી 2જી ઓક્ટોબર સુધી એટલે કે મહાત્મા ગાંધી જયંતિ સેવા પખવાડા તરીકે ઉજવવામાં આવશે. આ અભિયાન દ્વારા, સેવા કાર્ય દ્વારા, ભાજપના કાર્યકરો વિવિધ સમાજો અને વર્ગો સાથે જોડાશે અને સમસ્યાઓનો ઉકેલ મેળવશે.