રાજ્યમાં સતત કોરોનાના અને ઓમીક્રોનનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. તેના લીધે સતત રાજ્ય સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં છ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે તેના લીધે સતત ચિંતાનો માહોલ ઉભો થયો છે.

વધતાં કોરોના કેસ વચ્ચે ભાજપે હેલ્પલાઈન શરૂ કરી છે. કોરોનામાં મદદ માટે રાજ્યમાં સેન્ટ્રલાઈઝ નંબર જાહેર ભાજપ દ્વારા કરવામાં આવશે. પ્રત્યેક જીલ્લામાં 40 થી 70 તબીબોની સ્વાસ્થ્ય સંદર્ભી મદદ મળી રહેશે.

રાજ્યના ૪૧ શહેરી – જીલ્લા વિસ્તારમાં કોરોનાલક્ષી તાત્કાલિક મદદ મળી રહે તે માટે હેલ્પ લાઈન શરૂ કરાશે. કોરોનાની બીજી લહેર જેવી સ્થિતી ગુજરાતમાં ત્રીજી લહેર દરમિયાન ના થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ હેલ્પલાઈન લોન્ચ કરશે. ભાજપ દ્વારા મેડિકલ ટાસ્ક ફોર્સની રચના આ સંદર્ભે કરવામાં આવી છે.

ટાસ્ક ફોર્સમાં દરેક જિલ્લામાં 50 થી 60 સ્પેશ્યાલિસ્ટ ડોકટરની ટીમને તૈયાર કરવામાં આવી રહી છે. ડોક્ટરોની ટીમ દ્વારા કોવિડને લગતા પ્રશ્નોનું ફોન દ્વારા નિરાકરણ થશે. જિલ્લા અને મનપા માટે ટાસ્ક ફોર્સ કામ કરશે. ભાજપ દ્વારા મેડિકલ સેલ દ્વારા ટુંક સમયમાં થશે હેલ્પલાઇન નંબર જાહેર થશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આ હેલ્પલાઇનને ગુજરાતમાં કાર્યરત કરાવશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6097 કેસ નોંધાયા હતા. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 1539 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા હતા અને બે દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજ્યમાં એક્ટીવ કેસની વાત કરવામાં આવે તો હાલ 32469 એક્ટીવ રહેલ છે જેમાંથી 29 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે.