ગઈકાલે કમલમમાં AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણનો કેસના કારણે ગરમાવો આવી ગયો છે. મહત્વનું છે કે, પેપરલીક કૌભાંડ મુદ્દે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા – કાર્યકરોએ કમલમનો ઘેરાવો કર્યો હતો. બાદમાં ભાજપ – આમ આદમી પાર્ટીના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. મોડી રાત્રે ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના 70 નેતા – કાર્યકરો સામે બિનજામીનપાત્ર ગુનો નોંધ્યો છે.

કોર્ટે આમ આદમી પાર્ટીની તમામ મહિલાઓના જામીન રદ્દ કર્યા છે. 28 મહિલાઓને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરાઈ હતી. ગાંધીનગર ડિસ્ટ્રીક કોર્ટે જામીન ના મંજુર કરતા મહિલાઓને સાબરમતી જેલ મોકલાઈ છે. આવતીકાલે સેસન્સ કોર્ટમાં જમીન માટે અપીલ કરશે. કમલમ ખાતે દેખાવો કરવો આમ આદમી પાર્ટીને ભારે પડ્યો છે. આજે મહિલાઓએ જેલમાં રાત વિતાવવી પડશે.

હાલમાં ગાંધીનગરને જોડતા એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકીંગ કરશે. વૈષ્ણનોદેવી સર્કલ પાસે પોલીસે બેરીકેટ લગાવી ચેકીંગ શરૂ કર્યું છે. બહારના જિલ્લામાંથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આપ ના કાર્યકરો ગાંધીનગરમાં ન પ્રવેશે તે માટે પોલીસ સતર્ક બની છે. જે આજે આપ નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે. ઈશુંદાન ગઢવી, ગોપાલ ઇટલીયા, પ્રવીણ રામ, નિખિલ સવાની ને કોર્ટમાં રજૂ કરાશે. રાયોટિંગ, છેડતી, મારામારી નો ગુનો
નોંધાયો છે.

આજે બપોર બાદ આપ નેતા અને કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાશે. હાલ આપ નેતાઓ એસપી કચેરીની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. મોડી રાતે 28 મહિલા કાર્યકરોને જમીન ન મળતા સાબરમતી જેલ મોકલ્યા છે. કમલમમાં AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણનો કેસ મામલે મેટ્રો કોર્ટે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોના જામીન નામંજૂર કર્યા છે. જેમને ગઈકાલે મોડી રાતે કોર્ટમાં રજૂ કરાયા બાદ તમામ 28 મહિલાઓને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા છે.

ગાંધીનગર પોલીસે 70 લોકો પર ગુન્હો દાખલ કર્યો છે. તમામને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. કલમ 452, 353,353 A , 341, 323, 143,144,145, 147, 148,149, 151, 152, 269, 188, 429, 504, 120, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિકત એક્ટ 37, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135 લગાવવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, પ્રવીણ રામ, નિખિલ સવાણી, શિવ કુમાર, હસમુખ પટેલ સહીત 500 ના ટોળા સામે FIR કરવામાં આવી છે. બિન જામીન પાત્ર કલમો ઉમેરાય છે.

નોંધનીય છે કે, ઈશુદાન ગઢવી પર કરવામાં આવેલ ફરિયાદ બાદ આમ આદમી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. કેમકે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીને આગળ લઇ જવામાં અગ્રેસર રહેલા છે. એવામાં તેમના પર આ ફરિયાદ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.