વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. આમ આદમી પાર્ટીની સક્રિયતાને જોતા ભાજપ પણ એક્શન મોડ પર આવી ગઈ છે. ભાજપ દ્વારા સતત રેલીઓ કરવામાં આવી રહી છે. એવામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લઈને જાણકારી સામે આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે 3 જિલ્લાના પ્રવાસે જવાના છે. સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચ વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સવારના સુરેદ્રનગર પાટડી ખાતે અંદાજે ૧૩૪ કરોડથી વધુના વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. ૩.૬૪ કરોડના ખર્ચે નિર્મિત સુરજમલજી હાઈસ્કુલનું ઉદ્ઘાટન કરશે.

સુરેન્દ્રનગર જિલ્લાના 4 સબ સ્ટેશન સહિત રાજ્યના ૧૩ સબ સ્ટેશન લોકાર્પણ કરશે. ત્યારબાદ અમદાવાદ જિલ્લાના વિરમગામ પંચાયત ભવનનું લોકાર્પણ કરશે. વિરમગામ ખાતે અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. સાંજના ભરૂચ જિલ્લાના વાગરા ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.રૂપિયા ૮૮૧ કરોડના ખર્ચે નવનર્મિત ૧૦૦ એમ. એલ. ડી. ડીસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. અંકલેશ્વર વિભાગીય કચેરીનું પણ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી હસ્તે નવી ઔધોગિક નીતિ હેઠળ MSME એકમોના સહાય ચેકનું વિતરણ થશે.