વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો અને ભવ્ય સભા

રાજકોટમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે આવે કોરોનાના વધતા કેસ વચ્ચે આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં રોડ શો અને ભવ્ય સભા કરશે. ત્યારે DH કોલેજમાં વિશાલ ડોમ નાખવામાં આવ્યું છે. અને આવતીકાલે મુખ્યમંત્રી DH કોલેજમાં રાજકોટવાસીઓને સંબોધશે. એક તરફ કોરોનાથી બચવા સરકારની લોકોને અપીલ અને બીજી તરફ ભાજપ દ્વારા હજારો લોકો માટે ડોમ નાખવામાં આવ્યું છે. DH કોલેજમાં આવતીકાલે હજારો લોકો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એકઠા થશે. લોકોને ભેગા ન થવા તંત્રની અપીલ અને ભાજપની સભામાં હજારોની છૂટ આપવામાં આવી રહી છે. જે સરકારની કોરોના પ્રત્યે બેદરકારી સામે આવી રહી છે.
કોરોના કેસ વધી રહયા હોવા છતાં લોકોમાં હજુ બેદરકારી જોવા મળી રહી છે બીજી તરફ સરકારી મેળાવડાનાં આયોજનોથી આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ હજુ જોખમી થશે તેવી ભિતી સેવાઈ રહી છે. રાજકોટમાં હાલ 149 કોરોનાનાં દર્દીઓ સારવાર લઈ રહયા છે. રાજકોટ ગ્રામ્યમાં આજે 1237 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી 7 પોઝીટીવ નીકળ્યા હતા.
જો કે હાલમાં લોકો અને સરકારની બેદરકારીના કારણે કોરોના કેસોનો રાફડો ફરી ફાટ્યો છે. જે સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી કાર્યક્રમોમાં ને કારણે નેવે મુકાયેલી કોરોનાની ગાઈડલાઇનનું પરિણામ હવે સામે આવી રહ્યું છે ત્યારે ફરી કોરોના રાજકોટમાં ટોપ ગિયરમાં આવી ગયો છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે.
રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.