દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મફત સુવિધાઓ આપવા અંગે મોટું નિવેદન આપ્યું છે. સીએમ કેજરીવાલે દાવો કર્યો છે કે, દેશમાં જનતાને મફતમાં સુવિધાઓ આપવા વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. સીએમ કેજરીવાલે કહ્યું કે આ દેશમાં ફ્રી એજ્યુકેશન વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે કે જાણે સામાન્ય લોકોને મફત વીજળી અને પાણી આપવું એ ગુનો છે. CM એ કહ્યું કે, આ સમયે આયોજન કરવું જોઈએ કે 75 વર્ષમાં જે કમી રહી છે તેને પુરી કરવી જોઈએ.

સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું છે કે, એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે મફત શિક્ષણ, મફત વીજળી અને મફત પાણી આપવું એ ગુનો છે. બીજેપીનું નામ લીધા વિના કેજરીવાલે કહ્યું કે, તેમણે કેટલાક લોકોની 10 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી કેટલાક તેના મિત્રો પણ છે, તેના વિશે કોઈ વાત કરી રહ્યું નથી. આ સરકારે દરેક વસ્તુ પર GST લગાવ્યો છે, દુનિયાના 39 દેશો મફતમાં શિક્ષણ આપે છે. બોરેજ ભથ્થું 16 દેશોમાં આપવામાં આવે છે અને ડેનમાર્ક, નોર્વે અને કેનેડામાં મફત શિક્ષણ આપવામાં આવે છે.

તેમને વધુમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે, સામાન્ય લોકોને ગરીબોને આપવામાં આવતી સુવિધાઓ બંધ કરી દેવામાં આવે, જેના કારણે સરકારોને નુકસાન થઈ રહ્યું છે. તેમને ફ્રી કી રેવડીનું નામ આપવામાં આવી રહ્યું છે, એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે, જે બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવે. તેમણે કહ્યું કે, દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ આ દરમિયાન આ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું ખરાબ બાબત ન હોઈ શકે.