પેપરલીક કૌભાંડને લઈને કોંગ્રેસ આક્રમક મૂડ, જગદીશ ઠાકોરના સરકાર પર ગંભીર આક્ષેપ

પેપરલીક કૌભાંડને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે. જે પેપર લીક કૌભાંડમાં સરકારને ઘેરવા કોંગ્રેસ રસ્તાઓ પર આવશે. જે 22 ડિસેમ્બરે કોંગ્રેસ કાર્યાલય થી કલેકટર કચેરી સુધી બાઇક રેલી યોજશે. અને આ અંગે 21 ડિસેમ્બરે ધારાસભ્યોની બેઠક યોજશે. પેપર કૌભાંડને લઈને મુખ્યમંત્રીને રજુઆત કરશે. જેને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે, ગુજરાતના બેરોજગાર યુવકોને ખબર છે કે કેટલા પેપર ફૂટ્યા છે. ભાજપની ઇવેન્ટ થાય તો એમાં સામેલ લોકો પણ કાંડમાં જોડાયેલા છે તે જાણ થાય. પેપર ફોડવા વાળા અને ઇવેન્ટ વાળા પણ સામેલ છે. મુખ્યમંત્રી બેરોજગાર યુવાઓની માફી માંગી છે. પરીક્ષા રદ થાય અને એજ દિવસે નવી તારીખો જાહેર થાય. જ્યાં સુધી બેરોજગાર યુવકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ લડત ચલાવશે.
પેપર લીક મામલે રઘુ શર્માએ પણ તેમનું નિવેદન આપ્યું છે જેમાં તેમને જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 9 વાર પેપર લીક થયા છે. 25 વર્ષથી ભાજપ સરકારમાં બેરોજગારી આસમાન પર છે. એલઆરડી, સચિવાલયની પરીક્ષાઓમાં પણ પેપર લીક થયા હતા. જો કે એકવાર લીક થાય તો સમજી શકાય કે ભુલ થઈ છે. 9 વાર પેપર લીક થવું કૌભાંડ છે. અસિત વોરા એ તો સ્પષ્ટ કહ્યું હતું કે પેપર લીક થયું નથી. જેમની ધરપકડ થઈ એજ ગુનેગાર છે કે અન્ય લોકો છે એ સ્પષ્ટ થવું જોઈએ.
ખરા અર્થમાં ગુનેગાર પરીક્ષા આયોજક છે. પહેલું રાજીનામુ અસિત વોરાનું આવવું જોઈતું હતું. અસિત વોરાને તો ભાજપ સરકાર બચાવી રહી છે. સી આર પાટીલે કાર્યકરોને નોકરી આપવાનું કહ્યું ત્યારબાદ પેપર ફૂટ્યા છે. શું સી આર પાટીલ આવી રીતે કાર્યકરોને રોજગારી આપવા માંગે છે? સી આર પાટીલ ના નિવેદન બાદ પેપર લીક કાંડ વધ્યા છે. હાઇકોર્ટ ના જજ પાસે પેપરલીક કાંની તપાસ થવી જોઈએ. જો સરકાર યોગ્ય તપાસ નહીં કરાવે તો નાગરિકોમાં આ વિશ્વાસ ઉભો થશે.